પ્રેરિતોનાં ક્રત્યો Chapter 27 GUJIRV Bible Verse Images

પ્રેરિતોનાં ક્રત્યો 27 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share પ્રેરિતોનાં ક્રત્યો 27 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


પ્રેરિતોનાં ક્રત્યો 27:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અમોને જળમાર્ગે ઇટાલી લઈ જવામાં આવે એવું નક્કી કરાયા પછી તેઓએ પાઉલને તથા બીજા કેટલાક કેદીઓને બાદશાહી પલટણના જુલિયસ નામના સૂબેદારને સોંપ્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 27:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અદ્રમુત્તિયાનું એક વહાણ જે આસિયાના કિનારા પરના બંદરોએ જવાનું હતું તેમાં બેસીને અમે સફર શરુ કરી; મકદોનિયાના થેસ્સાલોનિકાનો આરિસ્તાર્ખસ અમારી સાથે હતો.

પ્રેરિતોનાં ક્રત્યો 27:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બીજે દિવસે અમે સિદોનના બંદરે પહોંચ્યા, અને જુલિયસે પાઉલ પર મહેરબાની રાખીને તેને તેના મિત્રોને ઘરે જઈને આરામ કરવાની પરવાનગી આપી.

પ્રેરિતોનાં ક્રત્યો 27:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યાંથી નીકળ્યા પછી પવન સામો હોવાને લીધે અમે સાયપ્રસની બાજુએ રહીને હંકારી ગયા;

પ્રેરિતોનાં ક્રત્યો 27:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અને કિલીકિયા તથા પામ્ફૂલિયાની પાસેનો સમુદ્ર વટાવીને અમે લૂકિયોના મૂરા (બંદરે) પહોંચ્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 27:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યાં સૂબેદારને ઇટાલી તરફ જનારું આલેકસાંદ્રિયાનું એક વહાણ મળ્યું; તેમાં તેણે અમને બેસાડ્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 27:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ અમે ઘણા દિવસ સુધી ધીમે ધીમે વહાણ હંકારીને કનિદસની સામા મુશ્કેલીથી પહોંચ્યા, ત્યાર પછી પવનને લીધે આગળ જવાયું નહિ, માટે અમે સલ્મોનની આગળ ક્રીતની બાજુએ રહીને હંકાર્યું.

પ્રેરિતોનાં ક્રત્યો 27:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મુશ્કેલીથી તેને કિનારે કિનારે હંકારીને સુંદર બંદર નામની જગ્યાએ આવ્યા; તેની પાસે લાસીયા શહેર છે.

પ્રેરિતોનાં ક્રત્યો 27:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સમય ઘણો થઈ ગયો હોવાથી, હવે સફર કરવી એ જોખમી હતું. ઉપવાસ (નો દિવસ) વીતી ગયો હતો, ત્યારે પાઉલે તેઓને સાવધ કરતા કહ્યું કે,

પ્રેરિતોનાં ક્રત્યો 27:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
‘ઓ ભાઈઓ, મને માલૂમ પડે છે કે, આ સફરમાં એકલા સામાનને તથા વહાણને જ નહિ, પણ આપણા જીવનું પણ જોખમ છે; અને ઘણું નુકસાન થઈ શકે તેમ છે.

પ્રેરિતોનાં ક્રત્યો 27:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ પાઉલે જે કહ્યું, તે કરતા કપ્તાન તથા વહાણના માલિકના કહેવા પર સૂબેદારે વધારે ભરોસો રાખ્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 27:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
વળી શિયાળો પસાર કરવા સારુ તે બંદર સગવડ ભરેલું નહોતું, માટે ઘણાને એ સલાહ આપી કે, આપણે અહીંથી નીકળીએ, કોઈ પણ રીતે ફેનિક્સ પહોંચીને ત્યાં શિયાળો ગાળીએ; ત્યાં ક્રીતનું બંદર છે, ઈશાન તથા અગ્નિકોણની સામે તેનું મુખ છે.

પ્રેરિતોનાં ક્રત્યો 27:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દક્ષિણ દિશાથી મંદ પવન વાવા લાગ્યો, ત્યારે અમારી ઇચ્છા પ્રમાણે થશે એમ સમજીને લંગર ઉપાડીને ક્રીતને કિનારે કિનારે હંકાર્યું.

પ્રેરિતોનાં ક્રત્યો 27:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ થોડી વાર પછી તે તરફથી યુરાકુલોન નામનો તોફાની પવન ફુંકાયો.

પ્રેરિતોનાં ક્રત્યો 27:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
વહાણ તેમાં એવું સપડાયું કે પવનની સામે ટકી શક્યું નહિ, ત્યારે અમે તેને ઘસડાવા દીધું.

પ્રેરિતોનાં ક્રત્યો 27:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કૌદા નામના એક નાના બંદરની બાજુમાં થઈને અમે પસાર થયા, ત્યારે મછવાને (જીવનરક્ષક હોડીઓ) માં બચાવી લેવામાં ઘણી મુસીબત પડી;

પ્રેરિતોનાં ક્રત્યો 27:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેને ઉપર તાણી લીધા પછી તેઓએ વહાણની નીચે બચાવના બંધ બાંધ્યા, અને સીર્તસ આગળ અથડાઈ પડવાની બીકથી સઢ છોડી નાખ્યાં, અને વહાણ સાથે અમે તણાવા લાગ્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 27:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અમને બહુ તોફાન નડવાથી બીજે દિવસે તેઓએ માલ બહાર નાખવા માંડ્યો;

પ્રેરિતોનાં ક્રત્યો 27:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્રીજે દિવસે તેઓએ પોતાને હાથે વહાણનો સામાન નાખી દીધો.

પ્રેરિતોનાં ક્રત્યો 27:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઘણા દિવસ સુધી સૂર્ય તથા તારાઓ દેખાયા નહિ, તોફાન સતત ચાલતું રહ્યું, તેથી અમારા બચવાની કોઈ આશા રહી નહિ.

પ્રેરિતોનાં ક્રત્યો 27:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેટલાક દિવસ સુધી ખોરાક પાણી વિના ચલાવ્યા પછી પાઉલે તેઓની વચ્ચે ઊભા રહીને કહ્યું કે, ‘ભાઈઓ, તમારે મારું માનવું જોઈતું હતું, ક્રીતથી નીકળીને આ હાનિ તથા નુકસાન વહોરી લેવાની જરૂર ન હતી.

પ્રેરિતોનાં ક્રત્યો 27:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ હવે હું તમને વિનંતી કરું છું કે, હિંમત રાખો, કેમ કે તમારામાંથી કોઈના પણ જીવને નુકસાન નહિ થશે, એકલા વહાણને થશે.

પ્રેરિતોનાં ક્રત્યો 27:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે જે ઈશ્વરનો હું છું, અને જેમની સેવા હું કરું છું તેમના દૂતે ગઈ રાત્રે મારી પાસે ઊભા રહીને કહ્યું કે,

પ્રેરિતોનાં ક્રત્યો 27:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
‘પાઉલ, ડરીશ નહિ. કાઈસારની રૂબરૂ તારે ઊભા રહેવું પડશે, જો તારી સાથે સફર કરનારા સર્વને ઈશ્વરે તારી ખાતર બચાવ્યા છે.

પ્રેરિતોનાં ક્રત્યો 27:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એ માટે, ભાઈઓ, હિંમત રાખો, કેમ કે ઈશ્વર પર મારો ભરોસો છે કે, જેમ મને કહેવામાં આવ્યું છે તેમ જ થશે.

પ્રેરિતોનાં ક્રત્યો 27:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તોપણ આપણને એક બેટ પર અથડાવું પડશે.

પ્રેરિતોનાં ક્રત્યો 27:27 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ચૌદમી રાત આવી ત્યારે અમે આદ્રિયા સમુદ્રમાં આમતેમ ઘસડાતા હતા, અને આશરે મધરાતે ખલાસીઓને લાગ્યું કે અમે કોઈ એક દેશની નજદીક આવી પહોંચ્યા છીએ.

પ્રેરિતોનાં ક્રત્યો 27:28 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓએ પાણી માપવાની દોરી નાખી, ત્યારે વીસ મીટર પાણી માલૂમ પડ્યું અને થોડે આગળ ગયા પછી તેઓએ ફરીથી દોરી નાખી. ત્યારે પંદર મીટર પાણી માલૂમ પડ્યું.

પ્રેરિતોનાં ક્રત્યો 27:29 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
રખેને કદાચ અમે ખડક સાથે અથડાઈએ, એવી બીકથી તેઓ ડબૂસા પાછળના ભાગ પરથી ચાર લંગર નાખ્યાં, અને દિવસ ઊગવાની રાહ જોતા બેઠા રહ્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 27:30 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ખલાસીઓ વહાણમાંથી નાસી જવાનો લાગ શોધતા હતા, અને વહાણના અગલા ભાગ પરથી લંગર નાખવાનો ડોળ કરીને તેઓએ સમુદ્રમાં મછવા (જીવનરક્ષક હોડીઓ) ઉતાર્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 27:31 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે પાઉલે સૂબેદારોને તથા સિપાઈઓને કહ્યું કે, જો તેઓ વહાણમાં નહિ રહે તો તમે બચી શકવાના નથી.

પ્રેરિતોનાં ક્રત્યો 27:32 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેથી સિપાઈઓએ મછવાના દોરડાં કાપી નાખીને તેઓને જવા દીધા.

પ્રેરિતોનાં ક્રત્યો 27:33 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દિવસ ઊગવાનો હતો એટલામાં પાઉલે સર્વને અન્ન ખાવાને વિનંતી કરીને કહ્યું કે, ‘આજ ચૌદ દિવસ થયા રાહ જોતાં જોતાં તમે છેલ્લા ઘણા દિવસથી કંઈ ખાધું નથી.

પ્રેરિતોનાં ક્રત્યો 27:34 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એ માટે હું તમને વિનંતી કરું છું કે, કંઈક ખોરાક લો, કેમ કે એ તમારા રક્ષણને માટે છે; કારણ કે તમારામાંના કોઈના માથાનો એક પણ વાળ ખરવાનો નથી.’”

પ્રેરિતોનાં ક્રત્યો 27:35 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પાઉલે એવું કહીને રોટલી લીધી, અને તે સર્વની આગળ ઈશ્વરની સ્તુતિ કરી, અને તેને ભાંગીને ખાવા લાગ્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 27:36 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે તેઓ સર્વને હિંમત આવી, અને તેઓએ પણ ભોજન કર્યું.

પ્રેરિતોનાં ક્રત્યો 27:37 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
વહાણમાં અમે સર્વ મળીને બસ્સો છોતેર માણસો હતા.

પ્રેરિતોનાં ક્રત્યો 27:38 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બધા ખાઈને તૃપ્ત થયા પછી તેઓએ ઘઉં સમુદ્રમાં નાખી દઈને વહાણને હલકું કર્યું.

પ્રેરિતોનાં ક્રત્યો 27:39 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દિવસ ઊગ્યો ત્યારે તેઓએ તે પ્રદેશ ઓળખ્યો નહિ, પણ (રેતીના) કાંઠાવાળી એક ખાડી દીઠી, અને વહાણને હંકારીને તે (કિનારા) પર પહોંચી શકાશે કે નહિ એ બાબતે તેઓ વિચારવા લાગ્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 27:40 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
લંગરો છૂટાં કરીને સમુદ્રમાં રહેવા દીધાં, ને તેજ વખતે સુકાનના બંધ છોડીને આગલો સઢ પવન તરફ ચઢાવીને કિનારા તરફ જવા લાગ્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 27:41 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
વહાણ સમુદ્રમાં રેતીના ઢગલા સાથે અથડાવાથી રેતીમાં ખૂંપી ગયું, અને વહાણનો આગળનો ભાગ રેતીમાં સજ્જડ ભરાઈ ગયો. અને ડબૂસો મોજાના મારથી ભાંગી જવા લાગ્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 27:42 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે સિપાઈઓએ એવી સલાહ આપી કે તેઓ બંદીવાનોને મારી નાખે કે રખેને તેઓમાંથી કોઈ તરીને નાસી જાય.

પ્રેરિતોનાં ક્રત્યો 27:43 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ સૂબેદારે પાઉલને બચાવવાના ઇરાદાથી તેઓને એ સલાહને અમલમાં મૂકતા અટકાવ્યા, અને આજ્ઞા આપી કે, જેઓને તરતા આવડતું હોય તેઓએ દરિયામાં ઝંપલાવીને પહેલાં કિનારે જવું;

પ્રેરિતોનાં ક્રત્યો 27:44 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અને બાકીનામાંથી કેટલાકે પાટિયા પર તથા કેટલાકે વહાણના કંઈ બીજા સામાન પર ટેકીને કિનારે જવું. તેથી એમ થયું કે તેઓ સઘળા સહીસલામત કિનારા પર પહોંચ્યા.

Available Bible Translations

American Standard Version (ASV)
Acts 27 (ASV) »
King James Version (KJV)
Acts 27 (KJV) »
GOD’S WORD® (GW)
Acts 27 (GW) »
Berean Bible (BSB)
Acts 27 (BSB) »
World English Bible (WEB)
Acts 27 (WEB) »
French Bible (LSG)
Actes 27 (LSG) »
Portuguese Bible (BSL)
Atos 27 (BSL) »
Spanish Bible (RVA)
Hechos 27 (RVA) »
Italian Bible (RIV)
Atti 27 (RIV) »
Chinese Simplified (CUVS)
使 徒 行 传 27 (CUVS) »
Chinese Traditional (CUVT)
使 徒 行 傳 27 (CUVT) »
Russian Bible (RUSV)
Деяния 27 (RUSV) »
Ukrainian Bible (UKR)
Дії 27 (UKR) »
Hungarian Bible (KAR)
Apostolok 27 (KAR) »
Bulgarian Bible (BULG)
Деяния 27 (BULG) »
Japanese Bible (JPN)
使徒行伝 27 (JPN) »

પ્રેરિતોનાં ક્રત્યો (GUJIRV) Chapter Selection

GUJIRV Book Selection List